મિત્રો મહાભારત ના યુદ્ધ દરમિયાન ઘણા મુનીઓ અને મહિલાઓ એ અનેક લોકો ને શ્રાપ આપ્યો હતો આજે અમે તમને ત્રણ એવા શ્રાપો વિશે કહેશું જે આજે પણ ધરતી પર મૌજુદ છે. આ શ્રાપ મહાભારત ના મહાન વ્યક્તિઓ એ આપેલા હતા. અને આ શ્રાપ થી જ કળિયુગ ચાલી રહ્યો છે અને શ્રાપ પ્રમાણે જ ચાલે છે.
ઋષિ શ્રુંગ નો શ્રાપ
મહાભારત સમાપ્ત થયા પછી જયારે પાંડવ એમનું રાજ્ય છોડીને હિમાલય માં જવા લાગ્યા હતા તો તે એમનું બધું રાજ અર્જુન ના પુત્ર પરીક્ષિત ને આપીને ગયા હતા. રાજા પરીક્ષિતના રાજ ના કારણે કળિયુગ ધરતી પર આવી રહ્યો ન હતો. એને લઈને કળિયુગ સૌથી પહેલા રાજા પરીક્ષિત પર હાવી થયો અને એના દ્વારા શ્રુંગ ઋષિ ના ગળા માં સાંપ નાખીને ખરાબ કામ કરાવ્યું. આ કર્મ ના કારણે ઋષિ શ્રુંગ એ પરીક્ષિત ને 7 દિવસ માં મરવાનો શ્રાપ આપી દીધો જયારે પરીક્ષિત નું મૃત્યુ થયું તો એના પછી જ કળિયુગ ધરતી પર આવ્યો હતો.
યુધીષ્ઠીર નો શ્રાપ
મહાભારત કાવ્ય ની અનુસાર જયારે મહાભારત યુદ્ધ ખતમ થયું તો પાંડવો ની માતા કુંતી એ કર્ણ નું રહસ્ય પાંડવો ને જણાવ્યું, યુધીષ્ઠીર એ જયારે આ રહસ્ય ને સાંભળ્યું તો એને ખૂન દુખ થયું અને એણે મહિલાઓ ને શ્રાપ આપ્યો કે કોઈ પણ મહિલા એમની અંદર કોઈ પણ રહસ્ય ને વધારે સમય માટે છુપાવી શકશે નહિ. કોઈ પણ મહિલા ને કીધેલી ખાસ વાત તે બીજી મહિલા ને જરૂર કહી દે છે અને એના પેટ માં કોઈ પણ વાત રહી શક્તિ નથી. તો અત્યારે હાલ કળિયુગ માં એવું જ થઇ રહ્યું છે.
શ્રી કૃષ્ણ નો શ્રાપ
મિત્રો મહાભારત ના યુદ્ધ દરમિયાન જયારે ગુરુ દ્રોણાચાર્ય નો પુત્ર અશ્વત્થામા એ પાંડવો ની ઉપર બ્રહ્માસ્ત્ર નો ઉપયોગ કર્યો હતો તો એનાથી ધરતી પર ખુબ નુકશાન થયું. આ નુકશાન ને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ એ અશ્વત્થામા ને શ્રાપ આપ્યો કે તે ૨ કરોડ વર્ષ સુધી ભટકતો રહેશે આ શ્રાપ ના કારણે અશ્વત્થામા આજે પણ ધરતી પર મૌજુદ છે.