Headline
આજ સાંજ પછી આ 6 રાશિઓને ઇચ્છિત વરદાન આપશે, થશે ખૂબ જ ધનલાભ
સ્માર્ટફોનની આ એક સેટિંગ બદલવાથી, ફોનને વારંવાર ચાર્જ પર મુકવાનું ટેન્શન પુરુ થશે.જાણો વિગતવાર
રાવણનો મૃતદેહ હજુ પણ આ ગુફામાં રાખવામાં આવ્યો છે, અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો ન હતો, જાણો શું છે રહસ્ય
દિવાળી પર કાર લેવાનું વિચારી રહ્યા હોય તો આ 5 કાર મળી જશે તમારા બજેટમાં
હવે બંધ થશે બોલીવુડમાં ડ્રગ્સનો કાળો ધંધો, આ અભિનેત્રી નો પતિ છે સૌથી મોટો ડ્રગ્સ સપ્લાયર… બોલીવુડ જગતમાં ખળભળાટ
બાળકનો શુ વાંક? લાડકવાયો દીકરો માં શબ્દ બોલે એ પહેલાં જ પિતાએ બધું વેરણ છેરણ કરી દીધું, આખું ગુજરાત આવ્યું બાળકની મદદે
ઘટનામાં મોટો વળાંક, સચિને જ બાળકની માતા જે લિવ-ઈન માં રહેતી તેની હત્યા કરી
અયોધ્યાનો જૈન ધર્મ સાથે છે ઊંડો સંબંધ, જાણો શું છે!!
આ હતા મહાભારત ના ૩ શક્તિશાળી શ્રાપ

હવે બંધ થશે બોલીવુડમાં ડ્રગ્સનો કાળો ધંધો, આ અભિનેત્રી નો પતિ છે સૌથી મોટો ડ્રગ્સ સપ્લાયર… બોલીવુડ જગતમાં ખળભળાટ

બોલિવૂડમાં ડ્રગ્સનું શાસન કોની પાસે છે, જેના સુધી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના હાથ પણ પહોંચી શકતા નથી. આ ધંધાના મજબૂત તાર બ્રિટન અને પાકિસ્તાન સાથે જોડાયેલા છે. ભારતમાં ડ્રગ્સનો બિઝનેસ બ્રિટનમાં બેઠેલો વિક્કી ગોસ્વામી અને કરાચીનો ટાઇગર મેમણ ચલાવી રહ્યો છે.
ભારતને ડ્રગ્સની ઝપેટમાં લઇ ગયો છે તેનું નામ છે ઇકબાલ મિર્ચી, જેનું 2013માં લંડનમાં અવસાન થયું છે. બોલિવૂડ ફરી એક વખત ડ્રગ્સને કારણે ચર્ચામાં છે કારણ કે આ વખતે કેદમાં શાહરૂખ ખાનનો પુત્ર આર્યન છે, જેને શુક્રવારે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

નિષ્ણાતો માને છે કે બોલિવૂડમાં ડ્રગ્સના મૂળ ઊંડે સુધી જડાયેલા છે. ડ્રગ્સ સપ્લાયર્સ માટે બોલિવૂડ એક પ્રીમિયમ માર્કેટ છે, જ્યાંથી દર વર્ષે કરોડોની કમાણી થઈ રહી છે. ભાસ્કરે બોલિવૂડમાં ફેલાયેલી ડ્રગ્સની જાળ પર ખૂબ ઉંડાણપૂર્વક રિસર્ચ કર્યું.

આ રિસર્ચમાં ઘણી આશ્ચર્યજનક બાબતો સામે આવી છે. કોઈ એક પ્રકારનું ડ્રગ્સ નથી, ઘણી પ્રકારના નશાનો વેપાર છે. ડ્રગ્સના પોત-પોતાનો કોડવર્ડ પણ છે, કરીના કપૂર અને કેટરિના કૈફ જેવી અભિનેત્રીઓના નામનો પણ કોડવર્ડ માટે ઉપયોગ થાય છે.

*બોલિવૂડ ડ્રગ્સ સપ્લાયર નથી, પરંતુ સૌથી મોટું કન્ઝ્યૂમર છે*
મુંબઈ ક્રાઇમ પર અનેક ઇન્વેસ્ટિગેટિવ પુસ્તકો લખનાર વિવેક અગ્રવાલે કહ્યું હતું કે બોલિવૂડ ડ્રગ્સનું સપ્લાયર નથી, પરંતુ સૌથી મોટું કન્ઝ્યૂમર છે. મુંબઈમાં ડ્રગ્સ સ્મગલિંગમાં સૌથી વધુ એન્કાઉન્ટર કરનારા રિટાયર્ડ સીનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુહાસ ગોખલે કહ્યું હતું કે બોલિવૂડમાં ડ્રગ્સનું સેવન સ્ટેટ્સ ઓફ સિમ્બોલ તરીકે કરવામાં આવે છે.

બીજું કામ તણાવ ઓછો કરવા માટે, મજા માટે, ડિપ્રેશન દૂર કરવા માટે, એક્સાઇટમેન્ટ તથા એન્ઝાઇટી દૂર કરવા માટે કરવામાં આવે છે. વિવેકના મતે, 90% બોલિવૂડ તથી ટીવી ઇન્ડસ્ટ્રી કોઈને કોઈ રીતે ડ્રગ્સ લે છે.

*સૌથી પોપ્યુલર મ્યાઉં મ્યાઉં*
90ના દાયકામાં મુંબઈમાં ડાએજોન, ચરસ, ગાંજો, કોકેન, બ્રાઉન સુગર બધા પ્રકારના ડ્રગ્સનું સ્મલિંગ થતું હતું. અગ્રવાલના મતે આ સમયે બોલિવૂડમાં સૌથી વધારે MDનું સેવન થાય છે. MDનું લોકપ્રિય નામ મ્યાઉં-મ્યાઉં છે. આ પાછળનું કારણ એ છે કે આ ડ્રગ્સ લીધા બાદ નશો કોકેન જેવો આવે છે, જોકે, આ કોકેન કરતાં સસ્તું છે. આ ડ્રગ્સ લેવાથી આંખો એકદમ મોટી થઈ જાય છે અને તેથી જ તેને મ્યાઉં-મ્યાઉં કહેવામાં આવે છે.

MD એક પ્રકારનું કીટનાશક છે અને ભારતમાં પ્રતિબંધિત છે. આ ઉપરાંત હાઇપ્રોફાઇલ સેલેબ્સ કોકેનનો ઉપયોગ કરે છે. આ સૌથી મોંઘો નશો છે. આના પછી ચરસ, ગાંજો, હાઇડ્રોકોડોન, કેટામાઇમ, MDMA (એક જાતનું કેમિકલ), મ્યાઉં, મ્યાઉં, મેનરેક્સનો ઉપયોગ થાય છે. MDMA સેક્સ સ્ટીયૂમિલેટર તરીકે પણ લેવામાં આવે છે. સપ્લાયર તથા પેડલની માયાજાળનો કોઈ ઉકેલ આજ સુધી મેળવી શકાયો નથી બોલિવૂડમાં ડ્રગ્સ સપ્લાય કેવી રીતે થાય છે, તે ઘણો જ જટિલ સવાલ છે. સપ્લાયર તથા પેડલરની એક એવી માયાજાળ છે, જેને પોલીસ તથા NCB (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) આજ સુધઈ ભેદી શકી નથી. કેટલાંક પેડલર પકડાય છે, પરંતુ તેમનું નેટવર્ક એ રીતે બનાવવામાં આવ્યું છે કે એક પેડલરથી બીજા પેડલરને પકડી શકાય છે, પરંતુ સપ્લાયર, ડિલિવરી આપનાર તથા મુખ્ય વ્યક્તિ સુધી ક્યારેય પહોંચી શકાતું નથી.

NCBના અનેક દરોડામાં સામેલ શિવા કેશવાને કહ્યું હતું કે મુંબઈમાં ડ્રગ્સનો વેપાર સમજવા માટે એક ઉદાહરણ લઈએ, A નામની વ્યક્તિ છ લોકોને ડ્રગ્સ આપે છે, આ છ લોકો એકબીજાને ક્યારેય મળ્યા હોતા નથી. આ છ વ્યક્તિ 50-50 લોકોને ડ્રગ્સ આપે છે. આ 50 લોકો પણ એકબીજાની ઓળખતા નથી. આ 50 લોકો 1000-1000 લોકોને ડ્રગ્સ આપે છે. આ 1000 લોકો આગળના લોકોને આપે છે. એટલે આ કોઈ કોઈને ઓળખતું હોતું નથી.

સુહાસ ગોખલેએ કહ્યું હતું કે દરોડા દરમિયાન તેઓ પેડલર સુધી પહોંચી શકે છે, પછી બીજા, ત્રીજા, ચોથા પેડલર સુધી, પરંતુ ક્યારેય એ વાતની જાણ થતી નથી કે આખરે કઈ વ્યક્તિએ કોને ડ્રગ્સ આપ્યું છે. ગોખલેના મતે, 80% સપ્લાય ચેન અન્ડરગ્રાઉન્ડ કામ કરતી હોય છે. ઉપરની પાઇપ પકડીને NCB તપાસ આગળ વધારે છે, પરંતુ જ્યાં પાઇપ અન્ડરગ્રાઉન્ડ થઈ જાય છે, ત્યાં કંઈ જ ખબર પડતી નથી.

*બોલિવૂડમાં ડ્રગ્સના કારોબારી*
બોલિવૂડમાં ડ્રગ્સ સપ્લાયમાં હંમેશાં સૌથી મોટા નામો અર્જુન રામપાલ, ડોલી બિન્દ્રા, બોબી ડાર્લિંગ તથા આદિત્ય પંચોલીનું આવે છે. આ માત્ર સપ્લાય છે, કારોબારી નથી. ડ્રગ્સ કેસમાં આજ સુધી બોલિવૂડમાં માત્ર એક કૃતિકા દેસાઈ નામની મોડલ તથા એક્ટ્રેસની હત્યા થઈ હતી. NCBએ અર્જુનની બેવાર પૂછપરછ કરી છે. તેનું લેપટોપ તથા મોબાઇલમાંથી ડ્રગ્સ સપ્લાયના નક્કર પુરાવા મળ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. હાલમાં અર્જુનની લીવ ઇન પાર્ટનરનો ભાઈ અગિસિલાઓસની NCBએ ધરપકડ કરી હતી. તેની ત્રીજીવાર ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વિક્કી ગોસ્વામી તથા ટાઇગર મેમણ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે.

*કોણ છે વિક્કી તથા મેમણ?*
વિક્કી ગોસ્વામી ફિલ્મ એક્ટ્રેસ મમતા કુલકર્ણીનો પતિ છે. ટાઇગર મેમણ, યાકુબ મેમણનો ભાઈ છે અને 1993 મુંબઈ બ્લાસ્ટનો આરોપી છે. વિક્કી ગોસ્વામી ઇન્ટરનેશનલ લેવલ પર ડ્રગ્સનો એટલો મોટો માફિયા બની ગયો છે કે દુનિયાના દરેક દેશના ડ્રગ્સ તેની પાસે આવે તો તે ટેસ્ટ કરીને તેની કિંમત કેટલી હોવી જોઈએ તે કહે છે. ઇન્ટરનેશનલ ટોપ માફિયામાંથી એક છે.

ભારત, દુબઈ તથા કેન્યામાં ડ્રગ્સ સ્મગલિંગના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી છે. આ સમયે તે બ્રિટનના સૌથી પોશ વિસ્તારમાં 5.5 મિલિયન ડૉલરના બંગલામાં રહે છે. દિલ્હી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે વિક્કી ગોસ્વામી તથા ટાઇગર મેમણ વિરુદ્ધ અનેકવાર રેડ કોર્નર નોટિસ આપવામાં આવી છે, પરંતુ તે જે દેશઓમાં છે, તે સાથ આપ

*ડ્રગ્સના ઇન્ટરનેશનલ માર્કેટનું ભારત સૌથી મોટું ટ્રાન્ઝિટ પોઇન્ટ*
ઇન્ડિયન કોસ્ટલ બેલ્ટ સૌથી લાંબી એવી કોસ્ટલ બેલ્ટ છે, જ્યાં પ્રાકૃતિક ટાપુઓ છે અને અહીંયા સ્મલિંગનો ધંધો ચાલે છે. અહીંયા ચોકીદારી કરવી અશક્ય છે. ભારતમાં સૌથી મોટું ટ્રાન્ઝિટ પોઇન્ટ મુંબઈ, ગોવા, દિલ્હી તથા પંજાબ છે.

Back To Top