સરયુ નદી ના કિનારા પર આ નગર ની રામાયણ અનુસાર વીવસ્વાન ના પુત્ર વૈવસ્વત મનુ મહારાજ દ્વારા સ્થાપના કરવામાં આવી હતી. મથુરા ના ઈતિહાસ ની અનુસાર વૈવસ્વત મનુ લગભગ ૬૬૭૩ વર્ષ જુના થયા હતા. બ્રહ્માજી ના પુત્ર મરીચી થી કશ્યપ નો જન્મ થયો. કશ્યપ થી વીવસ્વાન અને વીવસ્વાન નો પુત્ર વૈવસ્વત મનુ હતો.
વૈવસ્વત મનું ના ૧૦ પુત્ર- ઈલ, ઈક્ષ્વાકુ, કુશનામ, અરિષ્ટ, ધૃષ્ટ, નરીષ્યંત, કરુષ, મહાબલી, શર્યાતી અને પુષ્ધ હતા. એમાં ઈક્ષ્વાકુ કુળ નો જ વધારે વિસ્તાર થયો. ઈક્ષ્વાકુ કુળ માં ઘણા મહાન પ્રતાપી રાજા, ઋષિમ અરીહંત અને ભગવાન થયા છે. ઈક્ષ્વાકુ કુળ માં જ આગળ જઈને પ્રભુ શ્રીરામ થયા. અયોધ્યા પર મહાભારત કાળ સુધી આ વંશ ના લોકો નું શાશન રહ્યું. ત્યારબાદ આ વંધ ના લોકો નો નાશ થઇ ગયો.
ઋષભનાથ ની જન્મભૂમી અયોધ્યા- જૈન અને હિંદુ ધર્મ બંને જ અલગ અલગ ધર્મ છે. પરંતુ આ એક જ કુળ ના ધર્મ છે. કુલકરો ની ક્રમશ : કુળ પરંપરા ના સાતમાં કુલકર નાભિરાજ અને એની પત્ની મરુદેવી થી ઋષભદેવ નો જન્મ ચૈત્ર કૃષ્ણ ૯ ને અયોધ્યા માં થયો હતો. તેથી અયોધ્યા પણ જૈન ધર્મ માટે તીર્થ સ્થળ છે. આ તીર્થ સ્થળ પર જૈન લોકો ની પણ ખુબ જ ભીડ જોવા મળે છે. અને અહિયાં હિંદુ ધર્મ ના લોકો પણ દર્શન માટે આવે છે.
અયોધ્યા ના રાજા નાભિરાજ ના પુત્ર ઋષભ એમના પિતા ના મૃત્યુ પછી રાજ સિંહાસન પર બેઠા અને એમણે કૃષિ, શિલ્પ, સૈન્ય શક્તિ, પરિશ્રમ, વાણીજ્ય અને વિદ્યા આ ૬ આજીવિકા ના સાધનો ને વિશેષ રૂપ થી વ્યવસ્થા ની તથા દેશ તેમજ નગરો તથા વર્ણ અને જાતિઓ વગેરે નું સુવીભાજન કર્યું. એના બે પુત્ર ભરત અને બાહુબલી તથા બે પુત્રીઓ બ્રાહ્મી અને સુંદરી હતી જેને એમણે સમસ્ત કલાઓ તેમજ વિદ્યાઓ શીખવાડી. એના પુત્ર ભરત ના નામ પર જ આ દેશ નું નામ ભારત રાખવામાં આવ્યું હતું.
અયોધ્યા માં આદિનાથ ની સિવાય અજીતનાથ, અભિનંદનનાથ, સુમતિનાથ અને અંનતનાથ નો પણ જન્મ થયો હતો તેથી આ જૈન ધર્મ માટે ખુબ જ પવિત્ર ભૂમિ છે.